અમિ નઝર

  • અમ્રિતા પટેલ

  • તારીખવાર લેખો

    June 2012
    M T W T F S S
    « Oct    
     123
    45678910
    11121314151617
    18192021222324
    252627282930  
  • મહીનાવાર લેખો

  • કેટેગરી

  • જાહેર જનતાને જણાવવાનું કે…

    © અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે-તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે.આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે તો સત્વરે જાણ કરવા વિનંતી અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. આપ આ વેબસાઇટ Windows XP અને Internet Explorer માં વધુ સારી રીતે જોઇ શકશો.
  • દુનીયાભર મા વાંચનમિત્રો...

    • 12,425 વાચન મિત્રો...

Archive for the ‘અદમ ટંકારવી’ Category

જાણે કે બીજી છોકરી નથી

Posted by amritapatel on March 2, 2009

છે  તોર  એનો એવો  કોઈની પડી  નથી 

આ  શહેરમાં જાણે કે બીજી છોકરી નથી 

અધ્ધર ઉપાડી કોઈએ સપનામાં એકવાર 

બસ ત્યારથી ધરતી ઉપર પગ મૂકતી નથી 

પ્રતિબિંબ પણ  કોઈનું એમાં હોવું જોઈએ 

એ કાચની  તકતી  જ ફકત  આરસી નથી

એ હોઠ શું જે હોઠ પર ના હોય તારું નામ

એ આંખ શું જે આંખમાં તારી છબી નથી 

એણે તેં  કેટલી તો  ફટાવી  દીધી  ’અદમ’ 

કે આ ગઝલ કોઈને હવે ગાંઠતી નથી

- અદમ ટંકારવી

Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: , , , , , , , , | Leave a Comment »

તમને જોઈને મને જે થાય છે

Posted by amritapatel on March 2, 2009

તમને જોઈને મને જે થાય છે 
બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે 
તારા પરથી આ નજર ખસતી નથી 
ને ખસે તો ત્યાંય તું દેખાય છે 
આમ જો પૂછો તો તું સંદિગ્ધ છે 
આમ તારો અર્થ પણ સમજાય છે 
હુંય ક્યાં ક્યાં આવી શોધું છું તને 
તુંય ક્યાં ક્યાં જઈ અને સંતાય છે ?
ના થવાનું હરપળે થાતું રહે 
ને થવાનું ક્યાં કદીય થાય છે ? 
લે, હવે ચૂપચાપ તું બેસી રહે 
તું હવે ક્યાં પાંચમાં પૂછાય છે ?
થાય મારાથી શરુ પણ તે પછી 
આ કથા તારા સુધી લબંાય છે 
સૌની આંખોમાં આ એક જ પ્રશ્ન છે 
અમને મૂકીને બધાં ક્યાં જાય છે ? 
મેનકા જેવી જ ભાષા છે ‘અદમ’ 
સ્હેજ અડીએ ત્યાં તપોભંગ થાય છે
- અદમ ટંકારવી

Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: , , , , , , , , | Leave a Comment »

નફા ને ખોટનો ખયાલ ન કર

Posted by amritapatel on March 2, 2009

નફા ને ખોટનો ખયાલ ન કર

નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.

કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.

કેમકે તું નથી તારી મિલકત,
દોસ્ત તારામાં ગોલમાલ ન કર.

તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર.

- અદમ ટંકારવી

Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: , , , , , , , , | Leave a Comment »

હું તો માનું છું કે હું છું શાયર

Posted by amritapatel on February 27, 2009

હું તો  માનું છું  કે હું છું  શાયર

કિન્તુ  ડાર્લિંગ  કહે  છે : લાયર                                 

સ્હેજ અડતાં જ  શૉક લાગે  છે

લાગણી હોય છે  લાઈવવાયર                                

અર્થનો  રોડ  છે  ખાબડખૂબડ

ને વળી  ફ્લૅટ  શબ્દનું  ટાયર                                   

દૂર સહેજે નહિ તો દાઝી જઈશ

ધૅટ  ગર્લ ઈઝ  સ્પિટિંગ  ફાયર                                   

ફાસ્ટ ફૂડ  જેવી  ગઝલ  વેચું છું

કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?                                        

- અદમ ટંકારવી

Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: , , , , , , , , | 1 Comment »

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ

Posted by amritapatel on February 27, 2009

નાની અમસ્તી વાતમાં  અપસૅટ થઈ ગઈ

હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ             

અરવિંદને  ઈંગ્લૅન્ડનો  વીઝા  મળી  ગયો

ખાદીની  એક  ટોપી  પછી  હૅટ  થઈ ગઈ             

કૂતરો  આ  ફૂલફટાક તે  ડૉગી બની ગયો  

બિલ્લી  બનીઠની  ને  હવે  કૅટ  થઈ ગઈ            

ગુજરાતમાં હતી  આ  ગઝલ ગોળપાપડી

ઈંગ્લૅન્ડમાં આવી અને  ચૉકલેટ થઈ ગઈ               

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ

ગુજલિસ કવિતા જાણે કે  ચિટ્ચૅટ થઈ ગઈ           

- અદમ ટંકારવી

Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: , , , , , , , , | Leave a Comment »

અહિયા ત્યાં વહેંચાઈ છે

Posted by amritapatel on February 27, 2009

અહિયા ત્યાં વહેંચાઈ છે

લાગણી એન આર આઈ છે       

કોટે વળગી એ રીતે 

જાણે કે નૅકટાઈ છે        

મારી વાતમાં કેવળ યુ

તારી વાતમાં આઈ છે       

તારી લાઈફ ડિસ્કોડાન્સ

ને મારી  ભવાઈ  છે      

છોડ બ્રિટનની વાત અદમ

એ પણ વ્હાઈટ લાઈ છે

- અદમ ટંકારવી

Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: , , , , , , , , | Leave a Comment »

ક્વેશ્ચન ટૅગમાં બંધાઈ ગયા

Posted by amritapatel on February 27, 2009

ક્વેશ્ચન ટૅગમાં બંધાઈ ગયા

વ્હાય ને વૉટમાં ખોવાઈ ગયા     

પહેલાં તો હરપળે હતા હોમસિક

ધીરે ધીરે પછી ટેવાઈ ગયા     

છોકરી સાચ્ચે ચીઝકૅક હતી

સહેજ ચાખી અને વટલાઈ ગયા      

લ્યો, પીતા થઈ ગયા હલાલ બીઅર

શેખજી કેટલા બદલાઈ ગયા      

આઈ ડોન્ટ થિન્ક યુ વિલ ઍવર સી હિમ

ભૂરી આંખોમાં એ ખોવાઈ ગયા         

થઈ ગયા આપણે કલર બ્લાઈન્ડ

આ વિલાયતથી લ્યો અંજાઈ ગયા         

પેલો ઍરો હજી છૂટ્યો જ નથી 

તે છતાં આપણે વીંધાઈ ગયા         

ચૅઈસ્ટ ઈંગ્લિશમાં થોડી વાત કરી

બોલતાં બોલતાં ગૂંચવાઈ ગયા       

આજ તો એ રીતે શી પોર્ડ ઑન મી

આખેઆખા જુઓ ભીંજાઈ ગયા       

આપણે નાઈધર હિઅર નૉર ધૅર

એક વૉઈડમાં ખોવાઈ ગયા 

લૂંટવા આવ્યા યુનાઈટેડ કિંગડમ

ને અદમ આપણે લૂંટાઈ ગયા ‍   

 - અદમ ટંકારવી

Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: , , , , , , , , | Leave a Comment »

આપણું હોવુ હેંગઓવર જેવુ

Posted by amritapatel on February 27, 2009

શ્વાસનું ચાલવુ ચેટર જેવું, આપણું હોવુ હેંગઓવર જેવુ.

આ ખીજાવું ને રીઝાવુ તારૂં, લાગે ઈંગ્લેન્ડના વેધર જેવુ.

એક એક પળ અહીં સ્કેરી છે, વિશ્વ આખું છે હોરર જેવું.

પેન્સિલ માર્ક જેવું સ્મિત મારૂં, રૂસણું તારૂં ઈરેઝર જેવું.

કોઈનું કોન્સોલેશન છે અદમ, ક્રોકોડાઈલના ટીયર જેવું.

- અદમ ટંકારવી

Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો | Tagged: , , , , , , | Leave a Comment »

આપની યાદમાં

Posted by amritapatel on February 27, 2009

આપની યાદમાં લખી તે ગઝલ,
સહેજ ખાટી છે સહેજ મીઠી છે.

-અદમ ટંકારવી

Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, મુક્તક | Tagged: , , , , , , | Leave a Comment »

સોમવારે પારણુ બંધય છે

Posted by amritapatel on February 27, 2009

સોમવારે પારણુ બંધય છે
બોખા દાદીમા બહુ હરખાય છે
ઘુઘરા વાગે છે મંગળવારના
ને પછી હાલરડું પુરું થાય છે
બુધવારે સોટી ચમચમ વાગતી
વિદ્યા ઘમઘમ કરતી આવી જાય છે
ને ગુરુવારે મળે રુમઝુમ પરી
શુક્રના પ્રભાતે ઉડી જાય છે
થાક શનિવારના લાગે બહું
ને કબરમાં ટાંટિયા લંબાય છે
હા રવિવારે તો છુટ્ટી પાળીએ
ત્યાં જ મૃત્યુઘંટ વાગી જાય છે
-અદમ ટંકારવી

Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, બાલ કાવ્યો, funny gujarati, gujarati fun | Tagged: , , , , , , , , , , | Leave a Comment »

 
Follow

Get every new post delivered to your Inbox.