Archive for the ‘ગુજલિશ ગઝલો’ Category
Posted by amritapatel on March 6, 2009
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.
ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.
ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.
તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.
તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.
બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.
- મરીઝ
Posted in ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, gujarati gazals | Tagged: ગઝલો, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, મરીઝ, સમજાવી નથી શકતો, gujarati gazals, mariz | Leave a Comment »
Posted by amritapatel on March 6, 2009
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલ ના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલ માં.
એ ના કહીને સહજ્ માં છટકી ગયા ‘મરીઝ’,
કરવી ના જોઇતી’તી ઉતાવળ સવાલ માં.
-મરીઝ
Posted in ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, મુક્તક | Tagged: ગઝલો, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, મરીઝ, મુક્તક, gujarati gazals, mariz | Leave a Comment »
Posted by amritapatel on March 2, 2009
છે તોર એનો એવો કોઈની પડી નથી
આ શહેરમાં જાણે કે બીજી છોકરી નથી
અધ્ધર ઉપાડી કોઈએ સપનામાં એકવાર
બસ ત્યારથી ધરતી ઉપર પગ મૂકતી નથી
પ્રતિબિંબ પણ કોઈનું એમાં હોવું જોઈએ
એ કાચની તકતી જ ફકત આરસી નથી
એ હોઠ શું જે હોઠ પર ના હોય તારું નામ
એ આંખ શું જે આંખમાં તારી છબી નથી
એણે તેં કેટલી તો ફટાવી દીધી ’અદમ’
કે આ ગઝલ કોઈને હવે ગાંઠતી નથી
- અદમ ટંકારવી
Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: adam takaravi, અદમ ટંકારવી, ગઝલો, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, જાણે કે બીજી છોકરી નથી, funny gujarati, gujarati fun, gujarati gazals | Leave a Comment »
Posted by amritapatel on March 2, 2009
તમને જોઈને મને જે થાય છે
બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે
તારા પરથી આ નજર ખસતી નથી
ને ખસે તો ત્યાંય તું દેખાય છે
આમ જો પૂછો તો તું સંદિગ્ધ છે
આમ તારો અર્થ પણ સમજાય છે
હુંય ક્યાં ક્યાં આવી શોધું છું તને
તુંય ક્યાં ક્યાં જઈ અને સંતાય છે ?
ના થવાનું હરપળે થાતું રહે
ને થવાનું ક્યાં કદીય થાય છે ?
લે, હવે ચૂપચાપ તું બેસી રહે
તું હવે ક્યાં પાંચમાં પૂછાય છે ?
થાય મારાથી શરુ પણ તે પછી
આ કથા તારા સુધી લબંાય છે
સૌની આંખોમાં આ એક જ પ્રશ્ન છે
અમને મૂકીને બધાં ક્યાં જાય છે ?
મેનકા જેવી જ ભાષા છે ‘અદમ’
સ્હેજ અડીએ ત્યાં તપોભંગ થાય છે
- અદમ ટંકારવી
Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: adam takaravi, અદમ ટંકારવી, ગઝલો, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, તમને જોઈને મને જે થાય છે, funny gujarati, gujarati fun, gujarati gazals | Leave a Comment »
Posted by amritapatel on March 2, 2009
નફા ને ખોટનો ખયાલ ન કર
નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.
કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.
કેમકે તું નથી તારી મિલકત,
દોસ્ત તારામાં ગોલમાલ ન કર.
તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.
લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર.
- અદમ ટંકારવી
Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: adam takaravi, અદમ ટંકારવી, ગઝલો, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, નફા ને ખોટનો ખયાલ ન કર, funny gujarati, gujarati fun, gujarati gazals | Leave a Comment »
Posted by amritapatel on February 27, 2009
હું તો માનું છું કે હું છું શાયર
કિન્તુ ડાર્લિંગ કહે છે : લાયર
સ્હેજ અડતાં જ શૉક લાગે છે
લાગણી હોય છે લાઈવવાયર
અર્થનો રોડ છે ખાબડખૂબડ
ને વળી ફ્લૅટ શબ્દનું ટાયર
દૂર સહેજે નહિ તો દાઝી જઈશ
ધૅટ ગર્લ ઈઝ સ્પિટિંગ ફાયર
ફાસ્ટ ફૂડ જેવી ગઝલ વેચું છું
કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?
- અદમ ટંકારવી
Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: adam takaravi, અદમ ટંકારવી, ગઝલો, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, હું તો માનું છું કે હું છું શાયર, funny gujarati, gujarati fun, gujarati gazals | 1 Comment »
Posted by amritapatel on February 27, 2009
નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ
અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ
કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો
બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ
ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ
હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ
- અદમ ટંકારવી
Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: adam takaravi, અદમ ટંકારવી, ગઝલો, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ, funny gujarati, gujarati fun, gujarati gazals | Leave a Comment »
Posted by amritapatel on February 27, 2009
અહિયા ત્યાં વહેંચાઈ છે
લાગણી એન આર આઈ છે
કોટે વળગી એ રીતે
જાણે કે નૅકટાઈ છે
મારી વાતમાં કેવળ યુ
તારી વાતમાં આઈ છે
તારી લાઈફ ડિસ્કોડાન્સ
ને મારી ભવાઈ છે
છોડ બ્રિટનની વાત અદમ
એ પણ વ્હાઈટ લાઈ છે
- અદમ ટંકારવી
Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: adam takaravi, અદમ ટંકારવી, અહિયા ત્યાં વહેંચાઈ છે, ગઝલો, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun, gujarati gazals | Leave a Comment »
Posted by amritapatel on February 27, 2009
ક્વેશ્ચન ટૅગમાં બંધાઈ ગયા
વ્હાય ને વૉટમાં ખોવાઈ ગયા
પહેલાં તો હરપળે હતા હોમસિક
ધીરે ધીરે પછી ટેવાઈ ગયા
છોકરી સાચ્ચે ચીઝકૅક હતી
સહેજ ચાખી અને વટલાઈ ગયા
લ્યો, પીતા થઈ ગયા હલાલ બીઅર
શેખજી કેટલા બદલાઈ ગયા
આઈ ડોન્ટ થિન્ક યુ વિલ ઍવર સી હિમ
ભૂરી આંખોમાં એ ખોવાઈ ગયા
થઈ ગયા આપણે કલર બ્લાઈન્ડ
આ વિલાયતથી લ્યો અંજાઈ ગયા
પેલો ઍરો હજી છૂટ્યો જ નથી
તે છતાં આપણે વીંધાઈ ગયા
ચૅઈસ્ટ ઈંગ્લિશમાં થોડી વાત કરી
બોલતાં બોલતાં ગૂંચવાઈ ગયા
આજ તો એ રીતે શી પોર્ડ ઑન મી
આખેઆખા જુઓ ભીંજાઈ ગયા
આપણે નાઈધર હિઅર નૉર ધૅર
એક વૉઈડમાં ખોવાઈ ગયા
લૂંટવા આવ્યા યુનાઈટેડ કિંગડમ
ને અદમ આપણે લૂંટાઈ ગયા
- અદમ ટંકારવી
Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun | Tagged: adam takaravi, અદમ ટંકારવી, ક્વેશ્ચન ટૅગમાં બંધાઈ ગયા, ગઝલો, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun, gujarati gazals | Leave a Comment »
Posted by amritapatel on February 27, 2009
શ્વાસનું ચાલવુ ચેટર જેવું, આપણું હોવુ હેંગઓવર જેવુ.
આ ખીજાવું ને રીઝાવુ તારૂં, લાગે ઈંગ્લેન્ડના વેધર જેવુ.
એક એક પળ અહીં સ્કેરી છે, વિશ્વ આખું છે હોરર જેવું.
પેન્સિલ માર્ક જેવું સ્મિત મારૂં, રૂસણું તારૂં ઈરેઝર જેવું.
કોઈનું કોન્સોલેશન છે અદમ, ક્રોકોડાઈલના ટીયર જેવું.
- અદમ ટંકારવી
Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો | Tagged: adam takaravi, અદમ ટંકારવી, આપણું હોવુ હેંગઓવર જેવુ, ગઝલો, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, gujarati gazals | Leave a Comment »