અમિ નઝર

  • અમ્રિતા પટેલ

  • તારીખવાર લેખો

    June 2012
    M T W T F S S
    « Oct    
     123
    45678910
    11121314151617
    18192021222324
    252627282930  
  • મહીનાવાર લેખો

  • કેટેગરી

  • જાહેર જનતાને જણાવવાનું કે…

    © અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે-તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે.આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે તો સત્વરે જાણ કરવા વિનંતી અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. આપ આ વેબસાઇટ Windows XP અને Internet Explorer માં વધુ સારી રીતે જોઇ શકશો.
  • દુનીયાભર મા વાંચનમિત્રો...

    • 12,425 વાચન મિત્રો...

Archive for the ‘Uncategorized’ Category

સુખી થવા ની ચાવી…

Posted by amritapatel on October 25, 2011

સુખી થવા ની ચાવી…

 

 

પાપ થાય તેવું કમાવું નહિ.
માંદા પડયે તેવું ખાવું નહિ.
દેવું થાય તેવું ખર્ચવું નહિ.
અને લડાઈ થાય તેવું બોલવું નહિ.

 

Posted in Uncategorized | Leave a Comment »

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

Posted by amritapatel on January 8, 2009

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવેર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

- અદમ ટંકારવી (ગુજલિશ ગઝલો માંથી સાભાર )

Posted in adam takaravi, અદમ ટંકારવી, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, funny gujarati, gujarati fun, Uncategorized | Tagged: , , , , , , , , , | Leave a Comment »

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો

Posted by amritapatel on September 21, 2008

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

- મરીઝ(http://gujaratikavita.wordpress.com/2008/06/04/mariz-gayo/)

લગભગ દરેક કોલેજીયન ની સંવેદનાઓ ક્રમશઃ વ્યક્ત કરી જનાબ મરીઝ સાહેબ અહીં તેણે વેઠેલી બધી જ વેદનાઓનો ભાગ બનાવી દે છે.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

Posted in ગુજરાતી ગઝલો, Uncategorized | Tagged: , , , , , | 1 Comment »

 
Follow

Get every new post delivered to your Inbox.