મહાન વ્યક્તિઓ દ્વારા અપાયેલા સુવિચારો

 

 1. જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતા, નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંત ક્ષય.
  ગાંધીજી
 2. જેવી રીતે ખેતરનું રક્ષણ કરવા માટે વાડ ઊભી કરવામાં આવે છે તે પ્રમાણે નિજભાવ માટે નિયમ રૂપી વાડ કરી લેવી જરૂરી છે.
  પ્રણવાનંદજી
 3. તપ દ્વારા આપણામાં રહેલી દુર્બળતાનું શક્તિમાં તથા અજ્ઞાનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે.
  ડૉ. રાધાકૃષ્ણન
 4. અનેક શાસ્ત્રો જાણકારા, બીજાઓની શંકાઓનું સમાધાન કરનારા બહુશ્રુત પંડિતો પણ ઘણી વખત લોભને વશ થઈ સંસારમાં દુઃખ પામે છે.
  મહાભારત
 5. આવેશ અને ક્રોધને વશમાં કરી લેવાથી શક્તિમાં વધારો થાય છે. આવેશને આત્મબળના રૂપમાં પરિવર્તિત કરી શકાય છે.
  ગાંધીજી
 6. લગ્ન હોય ત્યાં મર્યાદા હોય, મર્યાદા હોય ત્યાં સદાચાર, શિષ્ટતા તેમ નીતિ હોય છે અને નીતિ હોય ત્યાં ધર્મની પ્રાપ્તિ હોઈ શકે.
  મુક્તિપ્રભાજી
 7. સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞાની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે.
  જવાહરલાલ નહેરુ
 8. પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે. આજનો સુવિચાર:- ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે.
  ..
  સ્વામી પ્રણવાનંદજી
 9. માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે
  શ્રી ગીતાજી 6 , 5-6
 10. તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી.
  જ્યોતિન્દ્ર દવે
 11. સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.
  ગાંધીજી
 12. હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
 13. અહિંસા સત્યની શોધનો આધાર છે.
  ગાંધીજી
 14. નિષ્ઠામાં સ્થિર થવું મોટામાં મોટું તપ છે.
  મોરારી બાપુ
 15. કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે.
  દત્તકૃષ્ણાનંદ
 16. મૌનમાં નિષ્ક્રિયતા નથી, પૂર્ણતા છે. મૌનમાં નિવૃતિ નથી, જાગૃતિ છે.
  ધૂમકેતુ
 17. મન કાળની જાળમાંથી મુક્ત થાય ત્યારે ઈશ્વરનો આવિર્ભાવ થાય
  ટોલ્સ્ટૉય
 18. જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે.
  આલ્બર્ટ આઈંસ્ટાઈન
 19. શીખવા જેવી એક કળા છે અને તે છેજે નથી તે નહિ જોવાનીકળા.
  મારીયા મિશેલ
 20. હેતુ વગર હેત કરનાર માત્ર હરિ હોય છે.
 21. પહેલાં કદાપિ થયુંનથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી.
  ડબલ્યુ.એચ.બર્લીહ
 22. સત્યઅનેઈશ્વરજો ભિન્ન હોય તો હું માત્રસત્યને વળગી રહું.
  ગાંધીજી
 23. જેણે પોતાના મનને જીત્યું નથી તે પોતે પોતાના પ્રત્યે શત્રુની જેમ વર્તે છે.
  ગીતાજી [6 અધ્યાય– 6 શ્લોક]
 24. તું બધાં કર્મોનો ત્યાગ કરીને મારે શરણે આવ, કર્મોનો ત્યાગ કરવાથી પાપ થશે. તેની ચિંતા છોડ. હું તને બધાં પાપોમાંથી મુક્ત કરીશ.
  શ્રીમદ ભગવતગીતા
 25. અવલોકનદૃષ્ટિ ગરૂડ જેવી બનાવો જે વિશ્વપદાર્થોનાં ઉપરછલ્લાં સ્વરૂપોને,ભીતરનાં ભંડારને બહાર લાવી શકે છે. એના ખરા સ્વરૂપને અનાવૃત્ત કરી શકે છે.
  ગાંધીજી
 26. બધે ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર વંદનીય ગણાય છે.
  ચાણક્ય
 27. દરેક મનુષ્યમાં ખામી હોય છે. જો કોઈ ખામી વિનાનો મિત્ર શોધવા જાય તો તે મિત્ર વિનાનો રહે. આપણે જેમ ખામીથી ભરેલા છીએ છતાં આપણી જાતને ચાહીએ છીએ તેમ આપણા મિત્રોને પણ પ્રેમ કરવો જોઈએ.
  સાયરસ
 28. પ્રસાદ એટલે શું ?
  પ્રએટલે પ્રભુ

  સાએટલે સાક્ષાત
  એટલે દર્શન
  માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ
 29. યુવાનીનો બધો સમય ઘડતરનો, વિકાસનો અને સભાનતાનો છે. એમાંનો એક કલાક પણ એવો નથી જે નિયમિત ધબકતો હોય, એમાંની એક પળ પણ જો વીતી ગઈ તો નિશ્ચિત થયેલું કામ ક્યારે થઈ શકતું નથી. — રસ્કિન
 30. સંયમ અને પરિશ્રમ માનવીના બે વૈદ્ય છે.
  રૂસો
 31. આપણે જુદા જુદા લોકોને મળી તેમનો અભ્યાસ કરીએ તે એક પ્રકારનું શિક્ષણ છે જેને કારણે આપણી નિરીક્ષણ શક્તિ વધે છે અને સમજણશક્તિ સુધારી શકીએ છીએ.
  —-
  સ્વામી સચ્ચિદાનંદ
 32. ઈશ્વર ! મને હાજરજવાબી જીભ આપવાને બદલે મને હાજરજવાબી હાથ આપો.
 33. જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી.
  મહાદેવી વર્મા
 34. તાપને તપમાં બદલી શકે તે જ્ઞાની.
  ગાંધીજી
 35. એક સપનું પડી ભાંગે અને હજારો ટૂકડામાં વેરાઈ જાય તો ટૂકડાઓને વીણી ફરીથી પ્રારંભ કરવાનો ડર કદી રાખો નહીં., રૂલેવી આબીડન
 36. હૃદય પાસે એવા કારણો હોય છે કે જે બુદ્ધિ સમજતી નથી.
  બેસંટ
 37. હકનો ભાવ છોડો.
  મુનિ તરુણસાગરજી
 38. ભગવાન કસોટી કરે ત્યારે હિંમત ટકાવી રાખે તે સાચો વિશ્વાસુ ભક્ત.
  હરીભાઈ કોઠારી
 39. તણખલુ ઊડીને આંખમાં પડે તો ડુંગર પણ ઢંકાઈ જાય. તણખલું એક પછી એક સુગરીની ચાંચમાં ચઢે તો કળાત્મક માળો રચાઈ જાય. જીવન તણખલું બનીને ઊડે તો ખુદ પરમાત્મા બની જાય.
 40. આપણે જ્યારે સાંભળવા જેટલા સ્થિરશાંત હોઈએ છીએ ત્યારે ભગવાન બોલે છે.
  તથાગત બુદ્ધ
 41. કોઈ તરફ આંગળી ચીંધતા પહેલા વિચારજો બાકીની ત્રણ આંગળી તમારી તરફ ચીંધાય છે.
  પૂ. પાંડુરંગ શાસ્ત્રી
 42. હિંમત નથી કે જ્યારે તમારી પાસે આગળ જવા શક્તિ હોય પણ છે કે જ્યારે તમારી પાસે શક્તિ હોય ને આગળ વધો તે છે.
  નેપોલીયન બોનાપાટ
 43. કામનો યશ કોને મળશે જોય વિના કામ કરવું કામ પતાવવાની અને યશસ્વી થવાની સારામાં સારી રીત છે.
  બેંજામિન જોવટ
 44. મને ભવિષ્યમાં રસ છે કારણ કે મારી બાકીની જિંદગી હું ત્યાં જીવવાનો છું.
  ચાર્લ્સ કેટરીંગ
 45. આપણે સમજીએ કે આપને ભોગ આપીએ છીએ, પણ ખરેખર તો ભોગ આપણને ભોગવતા હોય છે.
  ભર્તૃહરિ
 46. મન એક સારું દર્પણ છે એના પર ધૂળ લાગે તેને માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપની પાસે પૂરી માહિતી હોય ત્યાં સુધી મનને શાંત રાખવું અને ઉતાવળે નિર્ણય લેવો.
  વેદ
 47. આભ ગમે તેટલું ઊંચું હોય, નદી ગમે તેટલી પહોળી હોય
  પર્વત ગમે તેટલો વિરાટ હોય, પવન ગમે તેટલા સુસવાટા મારતો હોય
  પણ એક વાત ધ્યાનમાં રાખો, આપણે બધા સાથે શું લેવા દેવા??
 48. માણસની અંદર જે જે શક્તિ, જ્ઞાન અને પ્રેમરૂપે છે તે માત્ર અર્થ અને કામ બે પુરુષાર્થથી ખીલતી નથી, ધર્મથી ખીલે છે.
  વિશ્વામિત્ર
 49. શ્રવણ અને મનનની ટેવ પાડો. આપણે કોણ છીએ? શું છીએ? ક્યાં છીએ? વિશ્વ ક્યાં છે? વિચારો. વાસ્તવમાં તમે ઈશ્વરથી જુદા નથી.
  સાંઈબાબા
 50. સમાજમાં સજ્જન અને દુર્જન સાથે રહેતા હોય છે. જો દુર્જન પોતાનો સ્વભાવ છોડી શકતા હોય તો સજ્જને પોતાનો સ્વભાવ શા માટે છોડી દેવો જોઈએ?
  શંકરાચાર્ય
 51. મિત્રતા એક નાજુક જવાબદારી છે.
  રત્નસુંદરવિજયજી
 52. આપણી સંસ્કૃતિમાં માનું સૌથી ઊંચું સ્થાન હોવાને કારણે આપણી સંસ્કૃતિ આટલી ઊંચાઈએ પહોંચી છે.
  પાંડુરંગ શાસ્ત્રી
 53. પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે માણસને બદલે છે.
  સોરેન કિર્કગાર્ડ
 54. રોગનો મિત્ર વૈદ્ય, રાજાનો મિત્ર મીઠાં વચન બોલનારો, સંસારથી પીડિત માનસનો મિત્ર સંત તેમજ લક્ષ્મી ખોઈ બેઠેલાનો મિત્ર જોષી છે.
  કવિ નિકોલસ
 55. યૌવન ચાલ્યું જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે પરંતુ માતાનો પ્રેમ સદાય વધતો જાય છે જગતમાં શાશ્વત હકીકત છે.
  પાંડુરંગ શાસ્ત્રી
 56. અંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે.
  તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે

  કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી
  પરંતુ દોસ્તીને ટકાવવી મુશ્કિલ છે.
 57. કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે.
  પાંડુરંગ શાસ્ત્રી
 58. ત્રણ વાતનું હંમેશા ધ્યાન રાખો.
  [1]
  કામ વગર બેસી રહો

  [2]
  ખોટું કામ કરો
  [3]
  કેવળ પોતાના સ્વાર્થ માટે કામ કરો.

 

                          

Advertisements